તું અને તારો વિચાર મળીને સાથે મનને ઠંડક આપો છો.
આવું કહીને જ સિંગલને તમે સપનાં જોતો કરી નાખો છો.
મિત્રતા કરતા પોતીકાપણું છે આપણી વચ્ચે એવું જતાવો છો,
તો આ દોસ્તીથી વધુ ને પ્રેમથી ઓછું છે, એ કેવી રીતે માપો છો?
ખબર તમને પણ છે કે સાથે રહીને ખુશી અને સૂકુન મળે છે.
લગ્ન કરવાની ના પાડીને સાથે રહેવાના વચન કેમ આપો છો?
એકલા પડતા વાતોથી અમને દિવસ રાત પરેશાન કરો છો.
શરૂઆતમાં "પોતાનો બનાવો છો" ને બીજું મળતા દૂર રાખો છો.
બીજા જોડે પ્રેમની વાત છોડો, દોસ્તીનો પણ વિરોધ કરો છો.
તમારી જોડે આવે ત્યારે "We are only friends" ની પાવતી કાપો છો?
-તેજસ