સાચવજો બધા દોસ્તો
આ ડાયનની ચાલ કામ કરવા લાગી છે
ચોમાસામાં મચ્છરોની રાણી કામ પર લાગી છે
બધાના ઘરમાં અડો જમાવી
બેસવા લાગી છે
ચોમાસામાં મચ્છરોની રાણી કામ પર લાગી છે
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા,
કોલેરાની સીઝન જામી છે
ચોમાસામાં મચ્છરોની રાણી કામ પર લાગી છે
ઘરે ઘરે રોગચાળો વકર્યો,
આંખો તો અહીં સૌની ભારી છે
ચોમાસામાં મચ્છરોની રાણી કામ પર લાગી છે
મોટાઓની સાથે નાના નાના ભૂલકાઓ માટે
આ ચોમાસું ભારી છે
ચોમાસામાં મચ્છરોની રાણી કામ પર લાગી છે
લાગે છે માણસોની ગ્રહદશા
પૃથ્વી પર ભારી છે
આ ચોમાસામાં મચ્છરોની રાણી કામ પર લાગી છે
રોગો સાથે લડવાની હવે મારી ને તમારી વારી છે
મને લાગે છે રોગપ્રતિકારક શકિત વધારવાની વારી છે
આ ચોમાસામાં મચ્છરોની રાણી કામ પર લાગી છે
યોગી
-Dave Yogita