એક નંબર પર સંવાદોની મસ્તી બંધ થઈ ગઈ,
જાણે આખી ટેલિફોન ડાયરી, પસ્તી થઈ ગઈ.
માત્ર તને જ,ભીંજવવા વરસતો'તો મૂશળધાર,
હવે, વ્હાલ ને વરસાદની મજા, સસ્તી થઈ ગઈ.
રાજી હતો!હું તો ભરતી-ઓટ સમ મુલાકાતોમાંય,
તારા વિના,આ પળો,મૃગજળની કસ્તી થઈ ગઈ.
તારો હાથ થામી,પ્રેમ પામ્યાનાં ગુમાનમાં ફરતો'તો,
બાંકડે બેઠક ખાલી જોઈ,દુનિયા હસતી થઈ ગઈ.
ને સાંભળ! વિહારની એ ચાંદની રાતો યાદ છે તને?
હવે તો એ પણ મને ,એકલતામાં ડંખતી થઈ ગઈ.
✍️ સરગમ
-Priyanka Chauhan