અનંતની યાત્રા.....
વારંવાર પોટલાં બાધું
વારંવાર એને છોડું...
કયાંક કશું ભૂલાતું નથી ને?
કંઈ રહી નથી જતું ને?
ગણી ગણી યાદ કરી બધું ભર્યુ...
જન્મથી અત્યાર સુધીની યાદો...
કડવાં મીઠા સંસ્મરણો..
લીધા દીધાંની અનેક માનસિક નોધોં
વાંધા વચકા
રીસામણા મનામણા
સુખ દુઃખ સધળું તો બાધ્યું
પણ...આ બધું સાચે
સાથે આવશે...?
કે આ પણ
આ ઘર
સ્વજનો
અને માયા મમતાની જેમ
બધુંય અહીં જ ...
હા! જાણું છું ખાલી હાથ આવ્યા
કોરી પાટી હતાં
તો...
જવાનું પણ ખાલી જ હાથ
બની કોરી પાટી
તો આ મારું પોટલું
મારું સર્વસ્વ ..
એ પણ અહીં જ છોડવાનું...
અનંતની યાત્રાએ..
બસ ...
આમ જ ચાલવાનું...?
લ્યો મેલ્યું બધું
અહીંનું અહી જ...
બસ સ્મરણ એક નામ હવે
ધરું ધ્યાનને કરું
હરિ.. હરિ..
બસ હરિ નામ
સાચું સ્મરણ હવે...
"કાજલ"
કિરણ પિયુષ શાહ