લાવજો
છો પ્રખર જ્ઞાની તમે ગુસ્સો સદાયે ટાળજો,
સાંભળીને તાગ મનનો ત્યાં નિવેડો લાવજો.
ધાર તીક્ષ્ણ કાઢવી એતો સમયની માંગ છે.
છે જરૂરીયાત સૌની સાથ સૌને રાખજો.
મોજથી જીવી રહ્યા છો આજને ત્યારે હવે,
જિંદગીની આખરી પળ હોય ત્યારે આવજો.
આવતાંની સાથે ના કરશો જવાની વાત કે,
રોકવું ગમતું છતાં વિદાય એને આપજો.
ઢોલિયો ઢાળી અહીંયા રાહ કાયમ જોઈતી,
આકરાં તપની અસર, એંધાણી મળતાં પાળજો.
વેગથી ધસમસતી એ ભાગીરથી હિમાલયે,
આજ ગંગાને કિનારે ઊભી ગંગા પોંખજો.
એકલાં ચાલ્યા સફરમાં કોઈ વાંધોયે નથી,
કાળ રાત્રે સાદ તીણો સાંભળીને દોડજો.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ