બોપલ લાયબ્રેરીમાંથી લઈને વાંચી. નાટકો નું ભાષાંતર અગાઉ વાંચેલું પણ ખાસ મઝા નહોતી આવી. આ પુસ્તકમાં નાટકો નું વાર્તાકરણ છે.
ખૂબ જાણીતાં વાક્યો જેમ કે 'some achieve greatness...', 'what is there in a name..' અને અનેક એવાં જાણીતાં વાક્યો એ નાટકોમાં સંવાદ રૂપે છે.
અમુક એ વખતની સંસ્કૃતિ અને રહેણીકરણી નો ખ્યાલ આવી એ વખતે પશ્ચિમ માં સ્ત્રીઓને પ્રેમ સાથે ભોગવટા ની વસ્તુ સમજવામાં આવતી, સૌંદર્ય મુખ્ય માપદંડ હતો, તલવાર યુદ્ધ ખૂબ પ્રચલિત હતું અને વાતવાતમાં તલવારોથી લડાઈ થતી, રોમ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ , ઇટાલી ની મળતી આવતી પણ અલગ સંસ્કૃતિ હતી, તેમના રાજદ્વારી સંબંધો, સામેનું રાજ્ય કબ્જે કરી પોતે સમ્રાટ બનવા કરવા પડતા કાવા દાવા, સ્ત્રીઓને હાથ પર થતું ચુંબન વગેરે જાણવા મળે છે.
નાટકો માં કેટલાયે ફ્રીઝ સીન મગજ પર અંકિત થઈ જાય એવા છે જેમ કે એક સાથે બે નનામી અને પાછળ શ્રાપ આપતી, જોરથી ફૂટતી સ્ત્રી, એક સાથે ચાર લાશ ક્રોસ ની જેમ પડી હોય ને વચ્ચે તલવાર ઊંચી કરેલો યોદ્ધો, જંગલમાં ભૂત પિશાચો સાથે વાતચીત, વિજય સરઘસ માં ઓચિંતો વચ્ચે ઘૂસી આવી ' યાદ રાખજે 15 માર્ચ..' એવું આંગળી ઊંચી કરી મોટેથી બોલતો મેલોઘેલો ફકીર, લોહી થી ખરડાયેલ ભૂમિ અને ત્યાં બેઠેલું યુગલ, બેફામ ભૂંડી ગાળો બોલતી મિજાજી સ્ત્રી ને ' તું તો ગુસ્સામાં પણ મસ્ત લાગે છે, શું અવાજ છે ' કહી કમરેથી પકડી લેતો તેનો પરાણે થતો પ્રેમી, દુનિયા ભૂલી આખરે પ્રેમાલાપ કરતું યુગલ અને એવા ઘણા સીન સ્ટેજ પર જોવા ગમે, એક્ટર નું પૂરું કૌશલ્ય માગી લે.
લેખક છે મધુસૂદન પારેખ. તમે ગુ.સ. માં બકવાસ કોલમ હું , શાણી ને શકરા ભાઈ વાંચો છો તેના લેખક પ્રિયદર્શી.
વાર્તાકરણ અને ભાષાંતર ઉત્તમ કક્ષાનું છે .
ગુર્જર ગ્રંથ નું પ્રકાશન.