વાંદર એટલે હનુમાનનું સ્વરૂપ
આજે ખેતર, ઘર, બગીચો, ફાર્મ, રોડ,
કોઈપણ જગ્યા એવી નથી કે આપણને વાંદર ભાઈ ના દેખાય
ક્યારેક ટેરેસ ઉપર, ક્યારેક ઝાડ ની ડાળખીઓ ઉપર તો ક્યારેક રોડની વચ્ચે વચ્ચ દોડાદોડી કરતા જોવા મળેછે કોઈ એકલ દોકલ હોયછે તો કોઈ પોતાના બચ્ચા લઈને આમતેમ ફરતા હોય છે
પણ જયારે પાસે તેમનું નાનું બચ્ચું હોય તો તે વધારે ગંભીર દેખાય છે તેને જરાય એકલા મુકતા નથી
કારણકે મા ને સંતાનનો પ્રેમ જ એવો હોય છે પણ કોઈક કારણ સર તેમના બચ્ચાનું મોત થાય છે ત્યારે તે બહુ વ્યાકુળ બની જતા હોય છે ભલે તેના મા જીવ ના હોય તો પણ તેને સાથે જ લઈને ફરેછે તેવી રીતે જયારે કોઈકારણ સર માનું મૃત્યુ થાય છે ત્યારે તેનું બાળક પણ મને છોડતું નથી તે પણ તેની માના પેટ ઉપર ચોટેલું જ રહેછે
આપણામાં એક માનસિકતા હોય છે કે જયારે કોઈ વાંદર નુ આકસ્મિક મરણ થાય છે ને તે જયારે રોડ ઉપર દેખાય છે ત્યાં આવતા જતા કોઈ ધાર્મિક માણસ તેને ઉઠાવીને રોડની બાજુ મા મુકેછે તો કોઈ બાજુમાં લઇ જઈને ખાડામાં મૂકીને ધરતીમાં સમાવી દેછે... કારણ કે તે હનુમાન નુ સ્વરૂપ છે
જયારે કોઈ બીજું પ્રાણી હોય તો તેને કોઈ બાજુમાં નહિ કરે કે તેના માટે કોઈ ખાડો નહિ કરે તેને એમજ પડી રહેવા દેશે
ટૂંકમાં દયા રાખો તો દરેક એક સરખી પ્રાણીઓમાં રાખવી જોઈએ
દરેકમાં એક જીવ હોય છે
મરણ પહેલા હતો હવે મરણ પછી નથી
સમજાય તેને વંદન 🙏