" દિલ મહીં "
સ્પર્શના સ્પંદન ખળભળી ગયાં દિલ મહીં;
વાંસળીનાં છેદન ઝણઝણી ગયાં દિલ મહીં;
યાદો આ કોની આવી ગઈ અંધાર હૃદયમાં?
કે, સિતારા સરીખાં ઝળહળી ગયાં દિલ મહીં;
સ્પર્શીને શું ગઈ પવનની એક લહેરખી એમને?
કે, બની મહેક એ આજ ભળી ગયાં દિલ મહીં;
પડદો હટાવી છૂપાવી હતી નજર જરા એમણે,
કેટ કેટલાંય સ્મરણ એ સંઘરી ગયાં દિલ મહીં;
આંખોમાં તો વસી ગયાં 'તાં પહેલે જ "વ્યોમ"
આપી મુસ્કાન પછી હળીમળી ગયાં દિલ મહીં;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર