{ વૃધ્ધાશ્રમમાં }
•••
સાંભળ, અને સમજ
હે ! માનવી !
કેટલી વેદના વેઠી,
લાવી તને જગમાં,
તેને ધક્કો માર્યો ,
તે વૃધ્ધાશ્રમમાં....
લાડ - કોડથી ઉછેર કર્યો તારો,
પૂરા કર્યા હર કોડ,
જાગી જાગીને રાત,
જેણે નીંદ પૂરી કરી તારી,
તે બધું ભૂલી ગયો પલવારમાં?
તેને ધક્કો માર્યો તે વૃધ્ધાશ્રમમાં.....
માતાનું ઋણ નથી ચૂકવી શકયું કોઈ,
ના ચૂકવી શકવાનું કોઈ જગમાં,
તેને રાખો તમારા ઘરમાં,
ના ધક્કો મારો વૃધ્ધાશ્રમમાં...!!
-Pari Boricha