" અજાણ છે એ કાલની જેમ "
હૃદયમાં ચાલું રમખાણ છે, કાલની જેમ;
એમના પ્રત્યે જ ખેંચાણ છે, કાલની જેમ;
દાયકાઓ વીતી ગયા છે એમને ચાહતાં,
આજ પણ એ અજાણ છે, કાલની જેમ;
પ્રતિક્ષા છે આજ પણ આંખોમાં એટલી,
કે ભીની પાંપણ પ્રમાણ છે, કાલની જેમ;
લાગી ગઈ છે નજર, ન જાણે આ કોની?
વેરાન થઈ ગયું મકાન છે, કાલની જેમ;
ખીલી છે વસંત ને આવી મોસમ પ્રેમની,
ફરી આવ્યો એ ફાગણ છે, કાલની જેમ;
તારા સંગાથે "વ્યોમ", ધરતી છે ગુલિસ્તાં!
તારા વિના એય મસાણ છે, કાલની જેમ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર