હતી હ્રદયે, એના પગરવની આહટ,
શું ખબર એમને કે, હતી બેસુમાર ચાહત !
અરમાન ભરેલી, તારી લાગણીઓ
પામવા સપના તારા, ચાહેલી તારી ચાહત!
રાતના અંધકારે વહેતી, નદી સડસડાટ,
ઉભરાઈ ને છલકતી, આંખે તારી ચાહત!
હેત ભરેલા ભાવ લઈ મળ્યા તમે,
યાદોમાં પણ સડ પડે એવી તારી ચાહત!
તું ઈશ્વરને કરેલી, નમાજે ઈબાદત,
મને ઝંખના એકજ, કે મળે તારી ચાહત!
જોઉ તને તો થાય, નિરાતની રાહત,
તારી કાયમ હાજરી જ, મારી ચાહત!
નિરખી તારી, ચાલની હરકતો મેં અજીબ,
જંગેલી દિલના તાલે, ઢળી આંખો તારી ચાહત!
ઘેરી ના શકે કોઈ, નિરાશાની ચાદર,
ઓઢી ચુંદડી, આશાની "જીજ્ઞા "તારી ચાહત!
Jigna