*મા....*
સવારના વહેલાં ઉઠી
ઘરને જગાડતી..
હોઠ પર સદા રમતું સ્મિત
ઈશ્વર પર અનેરી શ્રધ્ધા એની...
ધરના ખૂણે ખૂણે તેની છાપ દેખાતી
મંદિરમાં ધૂપને માની સુવાસ ઘરમાં ફેલાતી..
મા મા કહીને ચક્કર હું કાપતી..
અસંખ્ય સવાલો પૂછી માથું એનું ખાતી..
થાકને કંટાળ્યા વિના તે બધું સાંભળતી..
કયારેક થાતું ઈશ્વર આવો જ હશે..
કે આજ ઈશ્વરનું રૂપ?
પર દુઃખે દુખી થઈ આંસુ વહાવતી
નિરાધારનો આધાર બનતી..
ઘર સમાજ બધે સુવાસ ફેલાવતી..
સાંજ પડતા એનો ડાયરો જામતો
સૌના સુખ દુઃખ જાણી..
ઈલાજ બતાવતી...
વરસો પછી આ ક્રમ તુટ્યો
એક દિવસ અચાનક...
ઘરની દિવાલો ડુસકે ચડી..
મા બાપુના કંધે વિદાય થઈ..
મા.. મા..
આજ ફરી વળું બધે..
મારા પડઘા મને સંભળાતા..
અને એ દિવાર પર છબીમાં મુશ્કુરાતી..
અને સવાલ મનમાં ઉગતો..
તું થાકતી નહોતી તો...
આ જીર્ણવસ્ત્ર ત્યાગી કેમ ચાલી...?
હવે કયાં સ્વરૂપમાં શોધું તને મા ?
"કાજલ"
કિરણ પિયુષ શાહ