હતી ના સમજ, ત્યારે અણધારી મુલાકાત થયી.
મુલાકાત થયીને દિલમાં અપાર લાગણી અનુભવી
શબ્દો બોલ્યા વિના એકબીજા સાથે વાત શરૂ થઈ
તમે ગમ્યા અને પ્રેમની અણધારી વાચા ફૂટી ગઈ
દિલ આપ્યું તમને એટલી હદે પ્રેમ કરતી હું થયી.
ક્યારે ખબર ના પડી દેહ જુદા મનથી એક થયી.
અણધારી મુલાકાત મારી ખુશીઓમાં ફેરવાઈ ગઈ
-Bhanuben Prajapati