Gujarati Quote in Thought by Dave Yogita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્ર કે શત્રુ એ તો ખબર નથી, એક ખોટો મિત્ર તમારી આખી જિંદગી ખરાબ કરી નાખે છે. આવી જ એક દોસ્ત આ ત્રણ છોકરીઓને પણ મળી જાય છે, જે હોસ્ટેલમાં રહેવા જાય છે. અને હોસ્ટેલમાં જિંદગી ખરાબ કરી નાખે એવી દોસ્ત મળી જાય છે. દોખજનો ડર અને ખૌફ પેદા કરે છે.જે ધર્મના નામે એ ત્રણેયને ડરાવી, ધમકાવી વ્યસનના ખરાબ રવાડે ચડાવી દે છે.ત્રણેય છોકરીઓનું બ્રેઈન વોશ કરે છે.

આ દુનિયામાં એક જ ભગવાન છે એવું સાબિત કરે છે. ત્રણેય છોકરીઓની ભરી બજારમાં ઈજ્જત લૂંટાવે છે. ઈજ્જત લૂટવાનો ડર દેખાડી દેખાડી હિજાબ પહેરાવે છે. ધીમે ધીમે છોકરીઓને પ્રેમના ઝાલમાં ફસાવે છે. છોકરીઓ પ્રેમ માટે જીસ્મ પણ આપી દે છે. એક તો પ્રેગનેટ પણ થઈ જાય છે.

કહાની આગળ વધે છે. એક છોકરી પોતાના ખરાબ ફોટા બહાર ના પડે એટલે આત્મહત્યા કરી દે છે. એક છોકરી ભાગી છૂટે છે. એક છે જેલમાં જાય છે. અને ત્રીજી છોકરી જેલમાં જાય છે. કેમકે, એ એક આતાંગવાદી સંગઠનમાંથી ભાગી નીકળે છે. પોતાની આખી કહાણી જેલમાં બધા દેશ સામે રજૂ કરે છે. પણ નિર્દોષ સાબિત થશે કે નહિ એ કોઈને ખબર નથી. આવી આજુ બાજુ રમતી વાર્તા એટલે કેરેલા સ્ટોરી...

આ મુવી પછી મગજમાં આવતા પ્રશ્નો

૧. એક ધર્મ તમને આટલો ક્રૂર પણ બનાવી શકે?
૨. શું ખરેખર સ્ત્રી હોવું બહુ મોટી બદનસીબી છે?
૩. ભોળું અને નિર્દોષ હોવું આ જમાનામાં બહુ મોટું પાપ છે?
૪. શું સ્ત્રી માટે ઘૂંઘટ,ઓછું ભણતર આ જ બધું વ્યાજબી હતું?
૫. પુરુષ અને સ્ત્રીના નગ્ન ફોટા બહાર પડે તો હમેશાં સ્ત્રી જ કેમ બદનામ થાય??
૬. હમેશાં પુરુષ કેમ સાચો કપડાં તો બનેના બદન પર નહોતા?? આત્મહત્યા કેમ સ્ત્રી જ કરે?
૭. સ્ત્રી સ્વતંત્રતા આપણી ભૂલ છે?
૮. હજી પણ પુરુષ એટલો નબળો છે કે જ્યારે બહેસમાં કે ઝગડામાં સ્ત્રી સાથે હારી જાય ત્યારે સ્ત્રીની કમજોરી એટલે એના જીસ્મ પર જ વાર કરે?

કોઈ ખોટું લખાઈ ગયુ હોય તો માફ કરજો. પણ આ પ્રશ્નો એ મને આખી રાત ઊંઘવા નથી દીધી. કેમકે, જોજો હો તમારી પણ બહેનો,દીકરીઓ છે અને ભવિષ્ય એમનું પણ આખુ બાકી છે.

છેલ્લે, PlZ watch kerela stories...

યોગી

Gujarati Thought by Dave Yogita : 111874439
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now