અંતર્મન
અણસમજનો
અજ્ઞાનનો
મુશ્કેલીઓથી
ગાઢ અંધકાર ફેલાયો
હાથને હાથ ન સુઝે
ગભરામણ વધતી ગઈ
અંતર્મનમાં અવઢવ વધી
સત્ય શું?
અસત્ય શું?
કયો માર્ગ સાચો?
શું કરવું?
ત્યાં
અંધારે એક અવાજ ગુંજયો
"તારો દીવો તુ જ થા
પ્રગટાવ એક દીપ ભીતર ને
પછી જો.."
શાંત મન
અંધકાર દૂર ભાગયો
અંતરચક્ષુ ઉઘડ્યા
ભીતર ઝળહળ
અંતરમન
કે
અંતરસુઝ
જ્ઞાનદીપ પ્રગટયો
જીવન ઝળહળ
ચારેકોર
અજવાસ ફેલાયો
અંતર્મન તારો માર્ગ જ સાચો
એજ પરમ સત્ય.. ©
કાજલ
કિરણ પિયુષ શાહ