મનુષ્યનું મન ચંચળ હોય છે તેની અંદર ગુપ્ત વાતનો ખજાનો ભરેલો હોય છે ઘણી બધી વાત એવી હોય છે કે કોઈપણ વ્યક્તિ આગળ મનને હળવાશની પળો માણી શકાય તેમ તે વાત કહી શકાતી નથી અને મનોમન મંથન કરીને એ સમસ્યાઓમાં ઘેરાતું જાય છે પરંતુ દરેકના જીવનમાં એક એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેથી તે પોતાના મનનો ભાર હળવો કરી શકે દરેકના જીવનમાં ગુપ્ત વાત હોય છે ગમે તે કારણે ગમે તેની સાથે સમય સંજોગો પ્રમાણે એવી વાતો છુપાયેલી હોય છે કે ગમે તેની આગળ આપણે કહી શકતા નથી અને મનો મન મૂંઝવણ થતી હોય છે જ્યારે જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેની આગળ આપણે મન હળવું કરીએ તો તે સમસ્યાઓ સાથે સમાધાન મેળવીને આપણા મનને હળવું કરી શકીએ છીએ.
-Bhanuben Prajapati