અખબાર
અલી એય...
ઊભી તો રે.. ભારે તું તો...
કહું છું સાંભળ્યું તે...?
અરે પેલાની છોકરી ...
હા! હવે એજ ...
લે તને નોતી ખબર...
આતો બધાં જાણે છે..
કહું છું
થોડીવાર અમારી જોડે બેસ..
આ બધીય વાત્યુંની ખબર પડે તો..
માંડ તેમનાથી છુટકારો પામી..
આગળ વધી ત્યાં
પીઠ પર શબ્દો અથડાયા..
બહું અભિમાની
પોતાની પાસે કોઈને ઉભવા જ ના દે
અરે વર ને ઘરનાને ઊભા પગે રાખે
તેના જેવી બૈરી કોઈને ના મળજો..
હું મનોમન હસી પડી.
થોડીવાર પહેલા...
હવે હું તેમની ન્યૂઝ લાઈન બની
અરે હા , એતો અમારા સોસાયટીનું
લાઈવ અખબાર..
અને તેના તંત્રી જ સમજો
તેની નજરથી કશું છટકી ના શકે
અને ચોખા જેવી વાતને
પુલાવ બનાવી રજુ કરી
રોજ એક નવી વાત ...
એ જીવતું જાગતું અખબાર જ..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ