દિલ કહે છે આ વરસતા વરસાદમાં ભીંજાઈ જાવ, કુદરતે કરેલો પાણીનો ગોળીબાર થોડો ઝીલી લવ,
વહે છે જેમ વરસાદનું પાણી આપોઆપ રસ્તો શોધી, હું પણ મારી મંજિલ તરફનો રસ્તો જાતેજ શોધી લવ,
વહેતા પાણીમાં હાથ મૂકી જોવું છે કેટલુ અટકે છે, વિચારું છું મારા દુઃખો ને પણ એમાં જ વહાવી દવ,
પેલી ખબર છે ને કાગળની હોડી પણ પાણીમાં તરતી, મારાં સપનાઓને પણ એવી એકાદ ઉડાન આપી દવ,
મસ્ત મગન બની આ વરસતા વરસાદમાં પલળી લવ, મેઘો ભીંજવે બહારથી હું ખુદને ભીતરથી ભીંજવી દવ..!
-Ri.... :-!