ગણતરીઓ ભૂલીને થોડી સંગીતની મજા લો
સંબંધોમાં ગણિત નહીં ગીતની મજા લો...
શું ભૂતકાળ અને શું ભવિષ્ય આજની મજા લો...
ક્ષણે ક્ષણ વર્ષે પરમાત્મા વરસાદની મજા લો...
ગુણો અવગુણો મુકો બાજુમાં સંગાથ ની મજા લો..
નિજ માં જ બ્રહ્મ દેખાડે એવા સત્સંગની મજા લો
સમજી સમજાવીને થાકી ગયા થોડી ના સમજી ની મજા લો...
પ્રશ્નો બધા જ ભૂલી ને ક્યારેક મૌનની મજા લો...
સમસ્યા અને સમાધાન ઉગ્યા કરશે કર્મોની મજા લો
અસ્તિત્વ તૈયાર છે સહાય કરવા આશીર્વાદ ની મજા લો...
ઘટનાઓ હશે કદાચ નિશ્ચિત સંસારની મજા લો..
ફરિયાદ બધી મૂકી બાજુમાં પ્રભુના યાદની મજા લો..
-Tru...