*તું નથી એટલે.....*
તું નથી ...
શબ્દ જ કેવા કરવત જેવા લાગ્યા...
છતાં કરવત જેવાં શબ્દો આજ જીવું છું..
હા!
આજ તારા વગર બધું જ બાહ્ય રીતે હેમખેમ
જીવન પણ ચાલ્યા કરે...
સૂર્ય ઊગે આથમે એની ક્રિયા થયાં રાખે
બાગમાં ફૂલો ખીલ્યાં...
મૌસમ આવી ને ગઈ...
પણ
કયાંયક એક અભાવ
ભીતરે ખોતર્યા કરે...
આંખ સતત ભીનાશ અનુભવે
અને
હૈયું સતત ખાલીપો...
સ્મિત હોઠ પર જાણે ...
પરાણે ચિપકાવ્યું...
આ તું નથી એટલે જ....
તારા વગર ....
મેઘધનુષી રંગો વચ્ચે
શ્વેત ચાદર ઓઢી ..
બેરંગ બેમતલબ..
શ્વાસોની ઉધારી ચુકવતી...
ક્ષિતિજ પર તને મળવા...
જીવન તું નથી તો પણ
જીવી શકી ....
એ આઘાત સહી..
વર્ષાને ઝંખતી..
સતત વર્ષાને ઝંખતી...
કેમ વર્ષા ઝંખુ?
બસ,
તું નથી એટલે......©
"કાજલ"
કિરણ પિયુષ શાહ