માનવતા શોધું..
બિલોરી કાચ લઈ
આસપાસ નજર કરી
નાના સ્વકેન્દ્રી કુંટુંબ..
વડીલો શોધ્યા ન જડે
સ્વાર્થ
લાલચ ને અહંમના પુતળા..
ન માનવ મળે
ન માનવતા
જે માબાપના ન થયા
એ કોઈના શું થશે
શું સંસ્કાર આપશે
વિચારતા મન ઘવાયું…
આ બિલોરીકાચે જે શોધ્યું ન જડ્યું
એ મળ્યું.
અંતરના ઓરડે
ઝળહળ ઝળહળ
અરે! બધે આવું નથી
ક્યાંક એકલદોકલ માણસ
કરુણા
પ્રેમ
દયામાયા જોવા મળી
મન હરખાયું
આંખમાં સમાયો કાચ
ઝીણી નજર
ને શોધી
વાવું સદગુણ
ઉગી નિકળશે
શ્રધ્ધા….
સંસ્કાર
ને નરી માનવતા જ માનવતા. ©
કાજલ
કિરણ પિયુષ શાહ