પ્રેમ થી પ્રીત લાગી,
અને સબંધ બંધાય ગયો,
તડકો છાયડો આવ્યો છતાં,
એ સબંધ સચવાઈ ગયો,
ઝંખના નહોતી કરી જે સમયની,
આખરે એ સમય પણ પસાર થઇ ગયો,
થોડી ખાટી-મીઠી યાદો સાથે,
આંસુ હતા જે આંખમાં,
એ ચેહરા પર સ્મિત છવાઈ ગયું,
સંગાથે જાણે કાલે જ પ્રભુતામાં પગલું માંડ્યું હતું,
અને આજે એ વૈવાહિક જીવનનું વર્ષ પૂર્ણ થઇ ગયું !!!!!!
મારી દરેક ભૂલો ને માફ કરી,
હંમેશા મારો સાથ નિભાવનાર,
મારા જીવનસાથીને વર્ષગાંઠ ની હાર્દિક શુભેચ્છા !!!!!