નેહડો
વન વગડે ગીતો વાગોડતો ઈ નેહડો...
રોટલો-કઢી મહીં દુધની મિજબાની માલતો ઈ નેહડો...
મૂંગા માલ-ઢોર તણી મૈત્રી શીખાડતો ઈ નેહડો...
મે'માનોના મલાજા રાખતો ઈ નેહડો...
મીઠાં દુધળા તણાં ચ્હા પીવડાવતો ઈ નેહડો...
કાળું કાપડું; કાળાં ઓઢણાં મહીં મમતાળી નાર સાચવતો ઈ નેહડો...
કુદરત ખોળે બાળપણ જીવાડતો ઈ નેહડો...
ખાનદાની ખુમારી કાંડે કડાંમા રાખી ફરતા મર્દોનો ઈ મહેલ નેહડો...
લાખ ઠાઠ-માઠ ઠઠારો હોય ભલે તમારે;
અમારે મન અમારા જીવતરનો ઈ જોગી નેહડો...
-જશીબેન હરીયાભાઈ નાંગેશ