ટાઈમ ટ્રાવેલરના વિષય પરથી એક લેખ લખવાનો વિચાર આવી ગયો.વેકેશનનો સમય નજીક આવી રહ્યો છે. બોરિયા બિસ્તરા પેક કરી લો. બધી ચિંતા છોડી દો. થોડા દિવસો માટે વેકેશનના મૂડમાં આવી જાઓ.
નવા નવા સ્થળોએ ફરવા જાઓ. વેકેશનનો આનંદ લો. ઘરે પડ્યા રહેવાને બદલે બહાર નીકળો. જો લાંબો પ્રવાસ અફોર્ડ ના કરી શકતા હોય તો નાનકડો પ્રવાસ સવારથી સાંજનો સમય ફેમિલી અને દોસ્તો સાથે પસાર કરો. મજા કરો. આ તો મને વિચાર આવ્યો. એટલે કીધુ.બાકી, તમારી મરજી તમતમારે જેમ કરવું હોય તેમ કરજો.
એની વે, આ જિંદગી એક મુસાફરી છે, તમે મુસાફર છો તો માણતા રહો આ મુસાફરી. ક્યારેક એકલા ચાલવામાં પણ મજા છે. ક્યારેક કોઈનો સાથ મળી જાય તો એની પણ મજા છે.
બસ, ચાલતા રહેવું ઉભુ રહેવું નહિ. થાકી જાવ તો થોડો વિસામો લઈ પાછું ચાલવા લાગવું. કેમકે, ઊભા રહેવા માટે અહીં કોઈ જગ્યા નથી. ટાઈમ ટ્રાવેલર એટલે ચાલતા રહો...
આ લેખ લખતા લખતા મને મારું ગમતું ગીત યાદ આવી ગયું.
गाड़ी बुला रही है, सीटी बजा रही है
गाड़ी बुला रही है, सीटी बजा रही है
चलना ही ज़िंदगी है, चलती ही जा रही है
गाड़ी बुला रही है, सीटी बजा रही है
आते हैं लोग, जाते हैं लोग, पानी के जैसे रेले
आते हैं लोग, जाते हैं लोग, पानी के जैसे रेले
जाने के बाद, आते हैं याद, गुज़रे हुए वो मेले
यादें मिटा रही हैं, यादें बना रही हैं
गाड़ी बुला रही है, सीटी बजा रही है
गाड़ी बुला रही है, सीटी बजा रही
મહાદેવ હર🙏🙏
યોગી