અત્યારે એક લેખ મા નવું વાંચ્યું. મચ્છરો માં નર મચ્છર વનસ્પતિ નો રસ ચુસીને જીવે છે, માત્ર દસ દિવસ. માદા મચ્છર ને ખૂબ મોટી માત્રા માં ઈંડાં મૂકી સતત સંવર્ધન કરવાનું હોવાથી તે લોહી પર જીવે છે, ખાસ તો માનવ લોહી. એ તે આપણા અંગારવાયુ ના ઉચ્છ્વાસ પરથી અને આપણા તાપમાન પરથી દૂરથી પકડી શકે છે. સરખું લોહી પીવા મળી જાય તો તે 45 થી 56 દિવસ જીવી 4 થી 5 વખત અનેક ઈંડાં મૂકે છે. મોટે ભાગે આ ઈંડાં સ્થિર પાણીમાં હોય છે એટલે પાણી વહેતું રહે તો ઈંડાં માંથી બનતી લાવા પુખ્ત થવાની તકો ઓછી રહે છે. સારા એવા ભેજ ને પણ સ્થિર પાણી ગણી શકો.
મચ્છર માં એટલું અનુકૂલન હોય છે અને એક માંથી બીજી પેઢી એ અનુકૂલન સાથે ઉત્પન્ન થવાનો સમય માત્ર 12 થી 15 દિવસ હોય છે એટલે અમુક પેઢી પછી તે દવા, સ્પ્રે અને હવે તો ઇલેક્ટ્રિક થી થતાં સૂક્ષ્મ અવાજ આવર્તનો ને પણ અનુકૂળ થઈ જવા લાગ્યાં છે જેવી કે ગુડનાઈટ રિફિલ.
એ જમીનથી એક કિલોમીટર અંધારામાં ખાબોચિયા માં પણ જીવે છે અને જમીનથી 14000 મીટર ઉંચે પણ માલૂમ પડ્યાં છે.
ચકલી અને ગધેડા નામશેષ થતા જોયા પણ મચ્છર કદાચ માનવ ની પણ પહેલાં થી જીવે છે અને તેની નિર્મૂળ થવાની શક્યતા માનવ જાત કરતાં ઓછી છે!
આ લોહીના ચટકા પછી જે અશુદ્ધિઓ તેને ચોંટે છે તે બીજાને કરડતાં તેનાં લોહીમાં ભળે છે એટલે એ વ્યક્તિ માંદો પડે છે. લોહી પીવે એટલે નહીં.
ઉપાય કદાચ એક જ છે, પાણી સ્થિર રહે તેમ ખુલ્લું ન રહેવા દેવું, અંધારી ને ભેજવાળી બેય સાથે હોય તેવી જગ્યાઓ માં સૂવું નહીં.બાકી આપણા ધૂપ દીપ ની સુગંધ અને ગુડનાઈટ જેવી રિફિલ રક્ષણ આપે છે.
મચ્છર એ રીતે આપણો દુશ્મન છે કે તેના કરડવા દ્વારા લોહીમાં જે એના ડંખ સાથે બીજેથી ડંખ પર ચોંટેલા જીવાણુઓ દાખલ થાય છે તે નડે છે. બાકી તેનાં એક ટીપુ લોહી પીવાથી કાઈં થતું નથી.
તે જાતિને નિર્મૂળ કરવી અશક્ય છે.