કેટલીક વાતોને ઘણીબધી ચર્ચા પર, આજે પૂર્ણવિરામ કરી દીધું.
હવે બહું થયું એમ નકકી કરી, મારું જ હૃદય મારા હાથે ચીરી દીધું.
ઢળતી સાંજ ને ઊગતો ચાંદ પણ આજથી મને નહી સતાવી શકે.
તારા વિના પણ જીવી જ લઈશું, એવું મનમાં મેં નિર્ધાર કરી લીધું.
રાતો તો એમજ લાંબી થઈ ગઈ છે તારી જોડે વાત કરવાની રાહમાં,
દિવસનું પણ ભાન નથી રહ્યું, આવી હાલત થઈ છે તારી ચાહમાં.
લાખો કરોડોમાં હતી કિંમત છતાં, વેચાઈ ગયા કોડીના ભાવમાં,
આમનેઆમ કંઈ નથી કંઈ આ દિલ, દોસ્તી ને પ્રેમનું બજાર પાડી દીધું.
જીવનભર રહીશું એકમેકની જોડે, કહેલું તારું મને હજીય યાદ છે.
તને મેં કહ્યું હતું કે મજબૂત સંબંધનો પાયો, બે પાત્રો વચ્ચેનો સંવાદ છે.
કહેતી તું આમજ મને મનાવતો રહે, રિસાવાનો મારો અલગ અંદાઝ છે.
રિસાવાની આદત તને છો પડી, મનાવવાનું મેં આજથી છોડી દીધું.
-તેજસ