આંખો ની ભાષા અને હૃદય ની ભાવનામાં ભેદ નથી રાખતા...
હા,શબ્દો ની રમતમાં થોડા કાચા હશું અમે...
કઈ વિશ્વાસ ના આવે તો આંખો માં જોઈ લેવું...
હા,ચોકકસ ત્યાં તો સાચા જ હશું અમે....
બધી પરિસ્થિતિમાં હાજર જ રહેવાના...
હા,અભિવ્યક્તિમાં થોડા કાચા હશું અમે...
કઈ વિશ્વાસ ના આવે તો અજમાવી જોઈ લેવું...
હા, સાથ આપવામાં પાકા હશું અમે...
સબંધો ઓછા પણ અમૂલ્ય છે પાસે...
હા,મેલાવડાઓમાં થોડા કાચા હશું અમે...
કઈ વિશ્વાસ ના આવે તો સાથે જ ચાલી લેવું...
હા,જ્યાં હશું ત્યાં આખા હશું અમે....
-Tru...