પ્રેમમાં
સાવ ધીરે આજ પગથિયાં ચડી છું પ્રેમમાં.
ત્યાં જ પાસે આવીને પાછી પડી છું પ્રેમમાં.
એક સૂરજ ઉગતો આકાશના આધાર પર,
આભને ટેકો કરી ઊભી, જડી છું પ્રેમમાં.
છે અલગ ને લાગતા ભેગાં અહીંયા દૂરથી,
જોડતી સૌને સંબંધોની કડી છું પ્રેમમાં.
કાયમી પંપાળતી સ્નેહીજનોને રાગથી,
આંગણીયે આવકારેલી ઘડી છું પ્રેમમાં.
ફૂલ સાથે એ નજાકત જાણવીને સૂંઘશે,
ને અદા એવી ગમી, સાથે પડી છું પ્રેમમાં.
ઝંખતી મનથી મળીને આજ બાહોમાં ભરું,
ને મળ્યો વિરહ હતો ત્યારે રડી છું પ્રેમમાં.
વાત જાણી શું કરું સમજાવશે હવે?
હા! નહીં જોઈ શકું બીજે, નડી છું પ્રેમમાં.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ