ચાહતા
સાધના કર લક્ષ્ય ઊચું સાંધવા,
ને ધગસ જોઈ અહીં સૌ ચાહતા
આંખ વરસે સ્નેહ સૌનો જોઈને.
પ્રેમ વણમાંગ્યો મળે છે આપતા.
હાથ લંબાવ્યો અને બોલ્યા ઘણું,
નાસમજ આવ્યું કશુંયે ટાળતા.
લો કરો દોસ્તી અહીં સાચી તમે,
એક બીજા ઓળખી ને જાણવા.
લાવ ચશ્મા દૃષ્ટિ પાછી જો મળે,
દૂર નભમાં આજ ઈશ્વર ભાળવા.
કેમ ભૂલાતું નથી જોયેલ દૃશ્ય,
મન મગજમાં તો વિચારો ભાગતા.
એ કહાણી સાવ સાચી લાગતી,
દાદીમાની વાત જ્યારે લાવતા. ©
કાજલ
કિરણ પિયુષ શાહ