ડાયરી 📒
લખવા તો બેસી ગઈ હિસાબની ડાયરી ,
માંડ્યો જ્યાં હિસાબ તો ખૂટી ગઈ ડાયરી.
સરવાળો માંડ્યો તારા ને મારા પ્રીતનો ,
ગણતરી કરતાં થઈ બાદબાકી ની ડાયરી .
સ્મિત અને મિત બેવને ગુણ્યા મેં પાને પાને ,
શેષ વધતા સમજાયું આ ભગાકારની ડાયરી.
તારાં જ પાઈ અને ત્રીજ્યાનાં હિસાબમાં ,
માંડ્યું જયાં વર્તુળ તો કપાઈ ગઈ ડાયરી.
ખૂણે ખૂણે દોર્યા મે સ્વપ્ન કેરા ચાપ જયાં ,
ત્રિકોણે સમજાઈ મને આ આયખાની ડાયરી.
રોજ બરોજ તારી વાતોના સ્તંભાલેખમાં ,
દોર્યા મેં પ્રમાણમાપ ત્યાં આલેખાઈ ગઈ ડાયરી.
સાંભળ,હવે હિસાબ અહિં ચૂકતે કરું છું,
નફા - ખોટના આ ધંધામાં
બરાબર મને સમજાઈ ગઈ ડાયરી.
Ramapariya Heena (માહી)