** ઘટના કે મીઠી દુર્ઘટના **
આજે અણધારી મુલાકાત થઈ,
ઘણા સમય પછી આમ કોઈ સાથે વાત થઈ.
પેહલા મળતી મિત્ર ને જેમ ખુશ થઈ,
બસ આજે અનાયાસે એવી જ તૃપ્ત થઈ.
તરસ જો ઊંડી હોય તો ઝરણાઓ થી શું થાય ?
ધોધમાર મેહ અને ઊંડી લેહરોની ભરતીથી જ સંતૃપ્ત થાય.
વરસ્યા મેહ આમ તો હવે બારેમાસ ,
તોય જોને તારા એક ઝાપટાં માં હું પ્રફુલ્લિત થઈ.
અમથું જ થઇ ગયું આમ મળવાનું અચાનક,
હવે મળ્યાં જ છે તો શું કરશું એકબીજાથી ગુપ્ત થઈ?
ખુશી ,પ્રેમ અને વિશ્વાસ ના આ દરિયામાં,
ફરી એકવાર સમય અને સંજોગ ની અદભૂત ' પ્રિત' થઈ!
Heena Rampariya (માહી)