રહ્યો
હા! સમય સાથે હું પલટાતો રહ્યો.
ઠોકરો વાગીને અફળાતો રહ્યો.
આમ કાયમ શબ્દ રૂપે જીવતો,
ચોપડીમાં કેદ વંચાતો રહ્યો.
એ સમાચારો અહીં મળતા હવે,
સાથ છોડી આમ બદલાતો રહ્યો.
એ રમત રમતાં હતાં આરામથી,
ગોલ બનવા આજ અથડાતો રહ્યો.
કાગળે અક્ષર બની આવ્યો હતો,
આંખ સામે એમ ભજવાતો રહ્યો.
જિંદગીની ધૂપમાં શેકાઈને,
એ પછી ધીરેથી ભૂસાતો રહ્યો.
આપ કાજલ ઈશ સાક્ષી એ વચન,
સ્નેહની વાતે ત્યાં ઝલકાતો રહ્યો.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ