કલાપી જી એ હૃદય સામ્રાજ્ઞી શોભાનાબા ને લખેલા એક પ્રેમ પત્ર **
વ્હાલી શોભના,,
સ્ત્રી ને પુરુષ શા માટે ચાહે છે ??? કારણકે સ્ત્રી પુરુષ ને ચાહે છે . માટે જ ..આ ચાહત છે . શું એ સ્ત્રી વિદ્વાન છે ?? હોંશિયાર છે?? પુરુષ ના શોખ માં ભાગીદાર થયી શકે છે માટે?? ના ,, એ પુરુષ ને ચાહે છે ,,એટલું જ બસ છે ..સ્ત્રી - પુરુષ બંને એક બીજા ને ચાહે છે,, અને આ ચાહવા ની પ્રક્રિયા એટલે આપણે જેને ચાહિયે છીએ એના જેવું બની જવું તે ,,,અમે બને એક છીએ " એવો આત્મીયતા નો અનુભવ ,,, આ જ ખરું લગ્ન ,, હું નું તું માં વિગલન ,,, ત્યાં સ્ત્રી પુરુષ નો સ્થુળ જાતી ભેદ હોય જ નહિ ,,પુરુષ એ જ્ઞાન છે ,,સ્ત્રી એ સ્નેહ છે .. પ્રેમ ની આ ભૂમિકા એ જ્ઞાન સ્નેહમય બને ,,સ્નેહ જ્ઞાનમય બને ....સ્નેહ અને જ્ઞાન એક બીજા ને આલીન્ગયા જ કરે ,,, આ પળ જ સ્વર્ગ છે ....શોભાના ,, સ્ત્રી પુરુષ બંને સખા ની કોટી એ હોવા જોઈએ ,,બસ .. આપણે એક બીજા ને આમ અનંત સુધી આનંદ મય પ્રેમ કરતા રહીએ ,,આવો પ્રેમ મળે એટલે પ્રભુતા મળી જાય ...પ્રેમ રસ વગર જ્ઞાન ભક્તિ નકામી ,,પ્રેમ હીન મોક્ષ હોય જ નહિ અન્યોઅન્ય નું સ્વાર્પણ ..સાચા અને શુદ્ધ પ્રેમ માં બધી નીતિ સમય જાય છે ,,પ્રેમ સમાધી કક્ષા એ પહોચે , ત્યારે સ્થૂળ શરીર પણ સુક્ષ્મ બની જાય છે ,,ત્યારે કોઈ લાગણી , કોઈ ઈચ્છા કોઈ ભાવના ,, કે ત્યાં કોઈ પવિત્ર અપવિત્ર તા ના ભેદ રહેતા નથી ...બધું પુણ્યમય અને પ્રભુમય બની જાય છે.. લી : તમારો સુરસિંહ ..
❤️ 🙏🏻