નથી મળતો.
નકામી વાતથી તકલીફનો તાળો નથી મળતો,
ઘણી ભૂલો મળી માફી કે સરવાળો નથી મળતો
સફેદી મેળવી જાણું મળે રંગો અહીં જૂદા,
મળે અઢળક છતાં કેમેય ત્યાં કાળો નથી મળતો.
છબી પાછળ નજર નાખી ને નીચે તણખલાં દેખાય,
ઘણીયે શોઘ ખોળ કરી છતાં માળો નથી મળતો.
રસોઈ પ્રેમથી કરવા હથેળી પણ દઝાડી'તી,
છતાં કોઈ દિવસ ત્યાં સ્પર્શ હુંફાળો નથી મળતો.
જરા હ્રદયે અગન લાગી શબદ મીઠાં કરે જો લેપ
તપેલી પણ તપાવી તોય ઉફાળો નથી મળતો.
મળે જો ઢાળ દોડી ભાગવું છે આખરે ત્યાંથી,
લગાવી છે શરત તોયે કદી ફાળો નથી મળતો.
ઠહેરાવેલ ભાડું આપવામાં ક્યાં પડે વાંધો?
હતું દુઃખ મનમાં કે ક્યારેય ઉછાળો નથી મળતો.©
કાજલ
કિરણ પિયુષ શાહ