Happy women's day
સ્ત્રી એટલે લગણીરૂપી પ્રેમનું ઝરણું વરસાવતી નારી.
હજારો સવાલોના જવાબનો ખજાનો ધરાવતી નારી.
સંતાનોને ગુરુ બની કેળવણી અને સંસ્કાર આપતી નારી.
પતિને પગલે ચાલી,જોબ કરી મદદ કરતી નારી.
હદયમાં અઢકળ વેદના છૂપાવીને ચહેરો હસતો રાખી જીવતી નારી.
દુનિયામાં કહેવાતી લક્ષ્મી અને સરસ્વતીની દેવી એવી આ નારી.
જગત સામે જજુમીને પોતાની મંઝિલ પામવા ક્યારેય ના હારી નારી.
જગતમાં સૌથી પ્રથમ વંદનીય આજની આ નારી.
-Bhanuben Prajapati