cyber hub, Gudgaon.
8 લેન રસ્તાઓ પર થી પસાર થાઓ એટલે લાગે કે તમે ભારત નહીં, દુબઈ કે કોઈ વિદેશમાં છો. બેય બાજુ જાતજાત ના આકારનાં ઊંચાં મકાનો, ઉપર અલગ અલગ રંગોની ટીન્ટ વાળા કાચ, અંદર એકદમ ભવ્ય વિસ્તાર. ચકચકિત ડબલ પોલિશ કરેલી ટાઇલ્સ. એક મોટો અર્ધગોળ LED સ્ક્રીન અને વચ્ચે મીની સ્ટેડિયમ જેવું. ચારે તરફ વૈભવી રેસ્ટોરાં અને દુકાનો , શો રૂમો.
ગુડગાંવ આઇટી સેક્ટરમાં વધુ પગારોમાં પણ વધુ પગાર વાળા લોકો અહીં આવતા હશે.
as usual વચ્ચે દોડતી મીની ટ્રેનમાં પૌત્ર અને સવા વર્ષની પુત્રીને બેસાડ્યાં. 110 રૂ. નું dough nut અને 100 રૂ. ઉપરની કેપેચીનો કોફી માણી.
વચ્ચે યુવાનો અને બાળકો માટે કાર્યક્રમો થયા કરતા હતા. ચિત્ર માટે ડ્રોઈંગ બોર્ડ ગોઠવેલાં હોઈ પૌત્રને ભાગ લેવા પૂછ્યું તો 400 રૂ. ભરો તો જ ભાગ લેવા મળે!
અમુક વિસ્તારમાં જમીનમાં નાની, ઉપરથી ગોળ કર્વ વાળી અને ખૂબ પ્રકાશિત LED લાઈટો જોઈ. પ્રશ્ન થયો કે આપણો પગ પડે તો કાચ ફૂટી ન જાય? ના. એની ફરતે સોલીડ સ્ટીલ ની ફ્રેમ હોય છે અને નીચે નળાકાર હોય છે તેમાં ભાર distribute થઈ જાય છે. ઉપરાંત કાચ પણ એ જાતનો હોય. ફરતી ફ્રેમની નાની એવી ધાર એટલી મજબૂત હોય અને અંદર તરફ ત્રાંસી હોય. આપણા અટલ બ્રિજ જેવું. આ જ્ઞાન આર્કિટેક્ટ પુત્ર એ આપ્યું.
ચા ના કપ જેવાં કુંડાં માં અને બીજાં કૂંડાંઓમાં રંગબેરંગી ફૂલો નયનરમ્ય લાગતાં હતાં.
શનિવારની સાંજ એક અલગ અનુભવ સાથે વિતાવી.