મીટિંગ તો કાન્હા તારી સાથે કરવી છે મારે.
થોડાં સવાલના જવાબ આપવાનાં છે તારે.
મારી કિસ્મત લખતી વખતે સૂતો હતો તું કે
કોઈ ગુન્હાની એમાં સજા લખતો હતો તું?
આંસુ લખવાની સાથે સ્મિત લખવાનું ભુલી
ગયો કે જાણી જોઈને બદલો લીધો છે કોઈ?
સંબંધોમાં બાંધીને બંધક બનાવવા માંગતો તું
કે મને આમ જ તડપાવવા માંગતો હતો તું?
મને તારી મનપસંદ કઠપૂતળી બનાવી છે કે
આ દુનિયાની કઠપૂતળી બનાવવા માંગે છે તું?
મારાં મારગમાં પગલે પગલે કાંટા વેરીને મને
રોજ જ લોહીલુહાણ જોવાં માંગતો હતો તું?
સુખોનું મૃગજળ બનાવીને મને રોજ આભાસી
સુખથી દુઃખી જોઇ ખુશ થવા માંગતો હતો તું?
મીરાં
-Bhavna Chauhan