હું જાઉં તો? મને રોકી લઈશ ને?
હું ખોવાઈ જાઉં તો? મને શોધી લઈશ ને?
હું રિસાઈ જાઉં તો? મને મનાવી લઈશ ને?
હું ભૂલી જાઉં તો? યાદ કરી લઈશ ને?
હું ના કહી શકું તો? સમજી જઈશ ને?
હું તૂટી જાઉં તો? સંભાળી લઈશ ને?
હું ભૂલ કરી દઉં તો? માફ કરી દઈશ ને?
હું પ્રેમ ના કરી શકું તો? તું કરી લઈશ ને?
હું એક ઉંમર પાર કરી લઉં તો? મને ચાહી શકીશ ને?
હું જાઉં તો?? મૂકવા તો આવીશ ને?
છેલ્લે,હું જાઉં તો?? મૂકવા તો આવીશ ને?
યોગી
-Dave Yogita