..તું અને હું..
તું, હંમેશા આવી અફળાતી મૃદુ કોઈ લહેર,
ને હું ઉજ્જડ કોઈ કિનારો...
તું, લખાયા વિનાની એક કવિતા,
ને હું ફરફરતો કોરો કોઈ કાગળ...
તું,હળવેથી આલિંગતી ગુલાબી સાંજ,
ને હું ક્ષિતિજે આથમતો સૂર્ય...
તું, હંમેશા મન મૂકીને વરસી પડતું કોઈ વાદળ,
ને હું અપર્ણ કોઈ વૃક્ષ...
-નીલકંઠ