“ગુજરાતી ફટાણા”
કમાલ થઇ ગઈ રે ધમાલ થઇ ગઈ
કમાલ થઇ ગઈ રે ધમાલ થઇ ગઈ
એ એને જોવા ને લોકો ની લાઈન થઇ ગઈ..
હા એને જોવા ને લોકો ની લાઈન થઇ ગઈ
એને મળવા ને મીઠી બબાલ થઇ ગઈ
એને જોવા ને લોકો ની લાઈન થઇ ગઈ
એને મળવા ને મીઠી બબાલ થઇ ગઈ
હો આજ આવ્યો દહકો ભઈ નો પડે છે ટહુકો
હો આજ આવ્યો દહકો ભઈ નો પડે છે ટહુકો
એની એન્ટ્રી પડી ને કમાલ થઇ ગઈ
હે મારા ભાઈ ને જોઈને
મારા ભઈ ને જોઈને
હે મારા ભાઈ ને જોઈ ને બજાર માં
ધમાલ થઇ ગઈ
એ મારા ભાઈ ને જોઈ ને બજાર માં
ધમાલ થઇ ગઈ
અરે ધમાલ થઇ ગઈ
હે મનમાં ને મનમાં મલકાય એ તો આજે
હા મનમાં ને મનમાં મલકાય એ તો આજે
લેવા જાઉં લાડી ભૈલું તારી કાજે
હો સોનેરી સાફો ને રૂપેરી મોજડી
શેરવાની વીરાની હિરલે જડેલી
ભાભી લાવશે રૂપ નો કટકો
ભઈ એ કર્યો છે ખટકો
ભાભી લાવે રૂપ નો કટકો
ભઈ એ કર્યો છે ખટકો
એની એન્ટ્રી પડી ને કમાલ થઇ ગઈ
મારા ભાઈ ને જોઈ ને
મારા ભઈ ને જોઈ ને
હે મારા ભૈલું ને જોઈ ને બજાર માં
ધમાલ થઇ ગઈ
એ મારા ભઈ ને જોઈ ને બજાર માં
ધમાલ થઇ ગઈ
ધમાલ થઇ ગઈ
ઓય હોય..વાઓ
એ વાજા રે વગડાવો આજે ગીતડાં ગવડાવો જો
વાજા રે વગડાવો આજે ગીતડાં ગવડાવો જો
લીલા પીળા તોરણીયાને માંડવડા ચીતરાવો જો
ઘોડી રે ચઢી ને આયો મારો ભઈ
હોસે હોસે સામૈયા તમે કરજો હેત દઈ
હોસે હોસે સામૈયા તમે કરજો હેત દઈ
ઢોલ વાગે ના રે ધીરો
એ ઢોલ વાગે ના રે ધીરો, પરણે મારો વીરો
વેવોણ તારી છોકરીને મળિયો જાણે હીરો
એ ઢોલ વાગે ના રે ધીરો, પરણે મારો વીરો
વેવોણ તારી છોકરીને મળિયો જાણે હીરો
હો લાડકવાયો વીરો વરરાજા થઇ ને આયો જો
માંડવડે પધારો ભાભી વાર ના લગાડો જો
મારો લાડકવાયો વીરો વરરાજા થઇ ને આયો જો
માંડવડે પધારો લાડી વાર ના લગાડો જો
હે વરરાજા ની સાળીઓ મોઢા મચકાવો નઈ
મંગળીયા રે ગાવો રૂડો અવસર આયો ભઈ
મંગળીયા રે ગાવો રૂડો અવસર આયો ભઈ
ઢોલ વાગે ના રે ધીરો
એ ઢોલ વાગે ના રે ધીરો, પરણે મારો વીરો
વેવોણ તારી છોકરીને મળિયો જાણે હીરો
એ ઢોલ વાગે ના રે ધીરો, પરણે મારો વીરો
વેવોણ તારી છોકરીને મળિયો જાણે હીરો
હો મનડાના અરમાનો આજે પૂરા થાશે જો
હાથો થી રે મળશે હાથ હૈયા થી રે હૈયા જો
હો મનડાના અરમાનો આજે પૂરા થાશે જો
હાથો થી મળશે હાથ હૈયા થી રે હૈયા જો
હો વેવોણ તારી છોડી હવે વટમાં ફરશે ભઈ
આવો રે વરરાજા ક્યાંએ ના મળશે રે ભઈ
આવો રે વરરાજા ક્યાંએ ના મળશે રે ભઈ
ઢોલ વાગે ના રે ધીરો
એ ઢોલ વાગે ના રે ધીરો, પરણે મારો વીરો
વેવોણ તારી છોકરીને મળિયો જાણે હીરો
હા ઢોલ વાગે ના રે ધીરો, પરણે મારો વીરો
વેવોણ તારી છોકરીને મળિયો છે ભઈ હીરો
હે ઢોલ વાગે ના રે ધીરો, પરણે આકાશ વીરો
વેવોણ તારી છોકરીને મળિયો જાણે હીરો
વેવોણ તારી છોકરીને મળિયો મારો વીરો
વેવોણ તારી છોકરીને મળિયો જાણે હીરો