પંછી નાદિયા પવન કે ઝોકે,
કોઈ સરહદ માં ઇન્હે રોકે,
લેકિન સરકાર ઈન્હે જરૂર રોકે....!
પ્રેમી યુવક ને પામવા પહોંચેલી પાકિસ્તાની યુવતી ની બેંગલોરમાં ધરપકડ
ઇન્ટરનેટ પર લુડો ગેમ રમતી વખતે પરિચયમાં આવેલ યુપી પુરુષ સાથે લગ્ન કરવા માટે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા બદલ પાકિસ્તાની યુવતીની ધરપકડ
બેંગલુરુ : ઈન્ટરનેટ પર શરૂ થતી પ્રેમ કહાનીઓ આકર્ષક હોય છે, પરંતુ દરેક વાર્તાનો અંત સુખદ નથી હોતો. ઈન્ટરનેટ યુપીના એક વ્યક્તિ અને એક પાકિસ્તાની યુવતી માટે પરિચયનું માધ્યમ બને છે કારણ કે તેઓ લુડોની રમત રમતા ક્યારે પ્રેમમાં સરી પડ્યા ખબર જ ન પડી
૨૭ વર્ષીય મુલાયમસિંહ યાદવ જે બેંગલોર માં એક પ્રાઇવેટ કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો અને લુડો ગેમ ઓનલાઈન રમતો હતો. ગયા વર્ષે તે એક ૧૯ વર્ષીય પાકિસ્તાની કિશોરી ઇકરા જીવાના સંપર્કમાં આવ્યો હતો. તાજેતરમાં તેણે તેની પાકિસ્તાની ગર્લફ્રેન્ડને બેંગલુરુ આવવા કહ્યું જેથી તેઓ લગ્ન કરી શકે. પરંતુ ઇશ્કની ડગર ફિલ્મો જેટલી આસાન નથી હોતી. તેઓએ સપ્ટેમ્બર 2022માં તેણીને નેપાળ દ્વારા ભારત લાવવાની યોજના બનાવી હતી,
શરૂઆતમાં યાદવને ખ્યાલ નહોતો કે તે મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંત ના હૈદરાબાદની છે. તે ભારત ના હૈદરાબાદ સમજતો હતો પરંતુ થોડા સમય પછી યુવતીએ સ્પષ્ટતા કરતાં તેને ખબર પડી કે તે પાકિસ્તાન ના હૈદરાબાદ ની છે. પરંતુ ત્યાં સુધી તો બંને એક બીજાને પ્રપોઝ કરી દીધું હતું, મુલાયમસિંહ યુવતી ને નેપાળમાં બોલાવી અને નેપાળના કાઠમંડુમાં લગ્ન કર્યા બાદ યાદવ અને યુવતી ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે ભારત-નેપાળ સરહદેથી ભારતમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ દંપતીએ નકલી આધાર કાર્ડ પર યુવતીનું નામ બદલીને રવા યાદવ કરી દીધું.
બેંગલુરુ ના સરજાપુર વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેવા લાગ્યા હતા. મકાન માલિક ગોવિંદ રેડ્ડી પર પણ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.
બનાવટી દસ્તાવેજો બનાવવા અને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાના કારણે ઉત્તર પ્રદેશના 26 વર્ષીય યુવક અને 19 વર્ષની પાકિસ્તાની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. બેંગલુરુમાં, જ્યાં તેઓ ગયા વર્ષના સપ્ટેમ્બરથી ગેરકાયદેસર રીતે રહેતા હતા, પોલીસે તેમની અટકાયત કરી હતી. બેંગલુરુ પોલીસના જણાવ્યા અનુસાર બંને બેલાંદુર પોલીસ સ્ટેશનના મજૂરોના આવાસમાં રહેતા હતા. ડીસીપી એસ ગિરીશ (એફઆરઆરઓ) અનુસાર પાકિસ્તાની યુવતીને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં લઈ જવામાં આવી છે. અને મુલાયમસિંહ યાદવ પર ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) કલમ 420 (છેતરપિંડી), 495 (લગ્ન છુપાવી), 468 (બનાવટી) અને 471 (બનાવટી દસ્તાવેજો)નો ઉપયોગ કરવો જેવા ગંભીર ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.
આઈ.બી. ને માહિતી મળી હતી કે એક પાકિસ્તાની નાગરિક યોગ્ય દસ્તાવેજો વિના ભારતમાં રહે છે. અને બેંગલુરુમાં રહેતો હોવાની સૂચના મળ્યા બાદ બેંગલોરની પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસ યુવતીને પરત પાકિસ્તાન મોકલવા ઇચ્છે છે. પરંતુ યુવતી પતિ સાથે ભારતમાં રહેવા ઇચ્છે છે.
(મહેશ ઠાકર : અમદાવાદ )