સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશા તરફ આકાશમાં બે બ્રાઈટ ઓબ્જેટ્સ જોવા મળે છે જે તારા નથી પરંતુ ગ્રહો છે! ઉપરની તરફ જોવા મળે છે તે Jupiter(ગુરૂ) અને તેની નીચે જોવા મળે છે તે Venus(શુક્ર) છે!
આ બંને ગ્રહો ધીમે ધીમે એકબીજાની નજીક આવતા જોવા મળશે આમ તો બંને ગ્રહો એકબીજાથી ૬ કરોડ કિલોમીટર જેટલા અંતરે આવેલાં છે! હવે જ્યારે પૃથ્વી કોઈ પણ બે ગ્રહો સાથે સીધી રેખામાં હોય છે ત્યારે આપણને બંને ગ્રહો એકબીજાની ખૂબ નજીક હોય એવું લાગે છે પરંતુ વાસ્તવમાં તેઓ એકબીજાની નજીક હોતા નથી, પરંતુ પૃથ્વી ઉપરથી જોતા ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય તેવો આભાસ થાય છે, આ ઘટનાને એસ્ટ્રોનોમીમાં "કંજકશન" કહે છે!
૧લી માર્ચ ૨૦૨૩ના રોજ Jupiter અને Venus કંજકશન જોવા મળશે અને બંને ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક આવેલા જોવા મળશે! આ રોમાંચક ઘટનાને નરી આંખે, બાઈનોકયુલર ધ્વારા અથવા ટેલિસ્કોપ ધ્વારા જોઈ શકાશે!
-નીલકંઠ