મૌન
સતત સ્મિત વેરતી
આમથી તેમ નિરીક્ષણ કરતી
એ જાજરમાન સ્ત્રી ફરતી રહી..
પળભરમાં એની નજર
પોતાનાં કરતી
ભીતર સુધી પહોંચી
મનનો તાગ લઈ લેતી...
રજૂઆતને શાંતિથી સાંભળતી
સ્મિત કે હાથના ઇશારે જ જવાબ આપી દેતી
સવાલો સામે
કાનની બાલી
હાથના કંગન
પગની પાયલની રુમઝુમ જાણે જવાબ દેતા
અચરજભરી અનેક આંખો
જાણે એકસાથ બોલી ઉઠી
મૌન પણ આટલું બોલકું હોય શકે?
ત્યાં મધૂર ઘંટડી જેવો સ્વર કાન પર અથડાયો
મિત્રો
આજ આપણે મૌનનો મહિમા જાણીએ..
જે અમે પહેલાં જ જાણી લીધો
એ ભાવવાહી આંખોના ભાવોમાં..©
કાજલ
કિરણ પિયુષ શાહ