*ગુલાલ*
નજર મળતા પાંપણ ઝુકી ગઈ
હોઠ રતુંબલ
ગાલ ગુલાબી
નાગણ જેવા વાળ લહેરાયા
નજર શરમાય ગઈ...
સધળી દિશા ગુલાલી ગુલાલી..
વસંતોત્સવ,
પ્રેમનો ઉત્સવ..
હળવે પગલે
પાસે આવી...
નમી પડયો ઘૂંટણે..
ધીરેથી એક હાથ પકડી..
બીજા હાથે ગુલાબ ધરી..
આંખોમાં આંખ પરોવી
શું જીવનભર સાથે રહેશો..
મતલબ..
વીલ યુ બી માય વેલેન્ટાઈન ફોર એવર?
હળવું હાસ્ય
કંપકંપાતા હોઠ
ને
ઝુકેલી પાંપણે ઈકરાર કરી લીધો..
ખીલ્યો કેસૂડો ...ફાગણ ગાતો©
"કાજલ"
કિરણ પિયુષ શાહ