હું તો રહેતી હતી ખુદમાં ખોવાઈને,
તમે આવ્યા ને જીવન જીવતાં શીખી ગઈ.
મને મળી હું, તમને જાણીને,
ને સપનાની ઊંચી ઉડાન ભરતા શીખી ગઈ.
ખુશ તો રહેતી જ હતી!
બસ, હવે સુખનો અર્થ પામતાં શીખી ગઈ.
જરા સી વાતોમાં ગુસ્સે થતી આ છોકરી,
પ્રેમથી બધું જ સમજાવી,સમજતાં શીખી ગઈ.
મળ્યું તો ઘણું છે જીવનમાં,
કટિક સ્નેહ મેળવીને ખુશ રહેતાં શીખી ગઈ.
રૂઠવાની આદત હતી વાતેવાતે,
છુટેલી લાગણીઓને સમેટતા શીખી ગઈ.
વાંચી લો! પ્રથમ અક્ષર દરેક પંક્તિનો ,
તમને પામી , પળ પળ પ્રેમપર્વ ઊજવતા શીખી ગઈ.
થોડી નાદાન, થોડી સમજદાર આ છોકરી!
દિલની વાતો કવિતામાં કહેતાં શીખી ગઈ...
✍️ સરગમ
-Priyanka Chauhan