🙏🏿મારી શાળા #કમાલપુર 🙏🏿
મારા ગામની શાળા એટલે મારી માતૃ શાળા !
એ શાળામાં નીચે બેસીને બન્યા અમેં શાણા.
માતાની ભૂમિકામાં રહી દૂર કર્યાં અમ દુર્ગુણો!
એ ગુરુઓને વંદન અમ માં ઉગાડ્યા સદ્દગુણો.
ન્હોતી પાટલી,ન્હોતી માટલી,ન્હોતી પડી ટાપલી!
પોપટ ભણે કે મેનાં ભણે ન્હોતી કોઈની ધાકલી.
ઊંચ નીચના ભેદ નહિ,પટેલ,ઠાકોર કે પ્રજાપતિ !
સિત્તેર વરસ ઉંમરે પહોંચી વિદ્યાશાળા આપણી !
તરણ,દોડ,તીર્થ,વિજ્ઞાનમેળે પ્રથમ કક્ષાએ આવતી.
ગુલ્લી,લાંચ,છેતરપિંડી ના ચોરી અહીં શીખવાતી.
વાત્ત્સલ્ય નજરે એ શાળાને નતમસ્તક કરું વંદન !
આ પાઠશાળાનાં સૌને કરું અભિવાદન અભિનંદન
- વાત્ત્સલ્ય