ક્યારેક સમય મળે તો મને પણ વાંચવાની કોશિશ કરજે.
જો વંચાય તો જરાં મને સમજવાની પણ કોશિશ કરજે.
ઘણું છુપાવીને બેઠી છું, મળે તો શોધવાની કોશિશ કરજે.
વળ્યાં હશે ઉધાઈનાં પોપડા, ઉખાડવાની કોશિશ કરજે.
સુકાયેલાં ઝરણાં હશે ભીનાશ આપવાની કોશિશ કરજે.
કરમાયેલાં એ છોડને તાજગી આપવાની કોશિશ કરજે.
બળતી અગન જવાળાઓને શાંત કરવાની કોશિશ કરજે.
વણકહેલી મારી વાતોને સાંભળવાની જરાં કોશિશ કરજે.
બનાવટી મારાં હાસ્યને અસલ બનાવવાની કોશિશ કરજે.
લાગણીનાં સાગરમાં ડૂબકી લગાવવાની તું કોશિશ કરજે.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan