ફેબ્રુઆરી તો દર વર્ષે આવે છે, પણ જો જો ક્યાંક તમારા સ્વાર્થ માટે કોઈનું જીવન વિષ ના બની જાય. કોઈની હસતી આંખો સદા આંસુથી ના છલકાય જાય! પ્રેમ, પ્રેમ કરી કોઈ લાગણીઓથી રમત ના રમી જાય. કારણકે આજે લોકો જરૂરિયાત હોય તો નજીક આવે, અને જ્યારે ખબર પડે કે અહીંથી કોઈ ફાયદો થવાનો નથી, એટલે એ સંબંધને પડતો મૂકી પોતાની જરૂરિયાત પૂરી કરવા કોઈ બીજાની શોધ શરૂ કરી દે છે.. જરૂરીયાત પુરી પછી, તું કોણ? અને હું કોણ?
બી અવેર... ગુલાબ, ચોકલેટ, ટેડી આપી લાગણી ઓને કોઈ છળી ના જાય.
બી અવેર.. સ્રી પુરુષ જેવું કશું રહ્યું નથી,અહીં તો બધા જ કલાકાર છે.
બી અવેર.. જો નિભાવી શકો તો જ પ્રપોઝ કરજો. ફકત રમત જ રમવી હોય તો બજારમાં શરીર વહેંચતા મળે છે.
બી અવેર.. નાના મોટા દરેક સંભાળીને ચાલજો.
દિલનો મામલો છે, અહીં કોઈ દિમાગ નહીં લગાવતા. કયાંક ચોકલેટની મીઠાશ ઝેરમાં પરિવર્તિત નહીં થાય.!
તમારા ટાઈમપાસ માટે કોઈનું જીવન વિષ સમાન ના બને, એની જરૂર કાળજી રાખજો.
Darshana Radhe Radhe 🙏