પાળે નહીં
છે ઘણી ચાલાક બચ્ચાં તો કદી પાળે નહીં..
થાય ઓળખ તોય એનો જીવ તો હાલે નહીં.
આજ ચાલાકી બધી માથે પડી સમજાય છે,
ને મુશીબત પણ અચાનક આવતી ભાળે નહીં.
કારણો સાચાં મળી જાશે પછી સમજણ પડે,
કેટલાં વિધ્નો કર્યા'તા પાર એ જાણે નહીં.
સાદ મોસમનો હતો એ સાંભળીને થાય કે,
ગીત ગાતાં નાચતા વિંહગ હવે ભાગે નહીં
કાલ થાશે વાત નોખી આભ જાણે કેનવાસ,
ધુંધળી આંખે નવા ચશ્મા કદી ફાવે નહીં.
આખરી પળ જેમ જીવી જિંદગીની એ પળો,
સાચવીને ભીતરે ભંડારી દીધી તે નહીં.
ખાસ કાજલ વાત કરતી યાદ છે ને આપને?
આગવું છે સ્થાન સામાન્ય અહીં ચાલે નહીં.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ