આખરે સર્જાય ગઈ પ્રેમ કહાણી મળી ગયા રાજાને રાણી,
નથી કોઈ મહેલોની જાહોજલાલી છતાં છેજ પ્રેમ ઉજાણી.

અજાણતા એવો સ્ફુર્યો સ્નેહ વાયરો અલગારી એકમેકમાં,
પ્રિતે રંગાયા સંગેસંગ હો રાખી સંગ્રહી ભવોભવ લાગણી‌.

જગથી નોખી રીતના પારખા કરવા બેઠાં પ્રેમપુજારી અહીં,
જન્મજન્માતરે હમરાહી સફરમાં એકાકાર હો તાર બંધાણી.

હ્રદય કાગળે ઘુંટ્યા નામ એવા અનોખી શ્યાહી કલમે જોને,
મૌન રહી છેડાતી અનંત સમજણની પારાવાર સુમધુર વાણી.

ધનના ઢગની ક્યાં લાલસા એને લગીરેય લલચાવી રહી હો,
સાંજ આત્માની દોલતે જીવતા હો ઓળઘોળ રાજાને રાણી.

- નિમુ ચૌહાણ સાંજ

-Nimu Chauhan Saanj

Gujarati Poem by Nimu Chauhan Nihan : 111857402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now